Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : VIDEO: Revenue Department's mega raids in Navsari-Surat: Search operations at 17 places including a well-known builder and advocate

VIDEO: નવસારી-સુરતમાં આવક વિભાગના મેગા દરોડા: જાણીતા બિલ્ડર અને એડવોકેટ સહિત 17 સ્થળોએ સર્ચ ઓપરેશન

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV
VIDEO: દક્ષિણ ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. નવસારી અને સુરત મળીને કુલ 17 જેટલા સ્થળો પર આયકર વિભાગ દ્વારા એકસાથે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના મોટા ઉદ્યોગપતિઓ અને બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
App Store
 
બિલ્ડર અને એડવોકેટ રડારમાં
મળતી માહિતી મુજબ, સુરત અને નવસારીના એક જાણીતા બિલ્ડર ગૃપ પર આયકર વિભાગે તવાઈ બોલાવી છે. એટલું જ નહીં, આ બિલ્ડર સાથે સંકળાયેલા લેન્ડ ડેવલોપર્સ અને જમીનના સોદામાં મદદરૂપ થતા એડવોકેટની ઓફિસ તથા નિવાસસ્થાને પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
 
કરોડોની ટેક્સ ચોરીની શંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલા બેનામી નાણાકીય વ્યવહારો અને કથિત ટેક્સ ચોરીની ગુપ્ત માહિતીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાયા છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી અને હિસાબ વગરના વ્યવહારો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં તમામ સ્થળો પર પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન ચાલુ છે.