AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો આ કેસમાં દોષિત જાહેર, જાણો શું હતો કેસ

Narmada News: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીન સંબંધિત વર્ષો જૂના વિવાદાસ્પદ કેસમાં આજે (23મી જૂન) રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આવ્યો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.
શું હતો સમગ્ર વિવાદ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીન અન્ય લોકોના કબજાને લઈને વન વિભાગ અને સ્થાનિકો વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો હતો. આ વિવાદમાં જંગલ ખાતાની જમીન સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરવા તેમજ કચેરીની કામગીરીમાં અવરોધ ઊભો કરવાના ગંભીર આક્ષેપો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય લોકો સામે ગુનો નોંધાયો હતો.
હવે આ મામલે આજે (23મી જૂન) રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આવ્યો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.
કાનૂની જોગવાઈઓ અંગે તેમણે ઉમેર્યું કે, 'આ કેસમાં જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે, તેમાં મહત્તમ 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે. હાલમાં નામદાર કોર્ટ સમક્ષ સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો અને સુનાવણી ચાલી રહી છે.'
સજાના એલાન પર સૌની નજર
કોર્ટે તમામ આરોપીઓ પક્ષેથી ગુનાની ગંભીરતા અને સજા ઘટાડવા અથવા વધારવા અંગેની ટેકનિકલ સુનાવણી પૂર્ણ કરી લીધી છે. સરકારી વકીલના જણાવ્યાનુસાર, ઇનિશિયલ સ્ટેજ પર જ્યારે આ ટ્રાયલ ચાલી રહી હતી, ત્યારે મુખ્ય સરકારી વકીલ તરીકે ડીજીપી શ્રી જે. જે. ગોહિલ કાર્યરત હતા અને હાલમાં સ્પેશિયલ પીપી તરીકે મિસ્ટર અય્યર આ કેસ સંભાળી રહ્યા છે. બપોર પછી કોર્ટ પોતાનો વિગતવાર આદેશ જાહેર કરશે, જેમાં ચૈતર વસાવા સહિતના દોષિતોને કેટલા વર્ષની જેલની સજા અને કેટલો દંડ ફટકારવામાં આવે છે તે સ્પષ્ટ થશે.

