Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: MLA Chaitar Vasava made strong attacks in support of Chhota-Udaipur district president Radhika Rathwa

VIDEO: છોટા-ઉદેપુર જીલ્લા પ્રમુખ રાધિકા રાઠવાના સમર્થનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આકરા પ્રહારો કર્યા

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આમ આદમી પાર્ટીના છોટા-ઉદેપુર જીલ્લા પ્રમુખ રાધિકા રાઠવાના સમર્થનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે  ખોટી FIRથી અમે ડરવાના નથી, અમે લડવાવાળા લોકો છીએ. વસાવાએ ચેતવણી આપી કે જો રાધિકા રાઠવાની ધરપકડ કરવામાં આવશે તો સમગ્ર આદિવાસી સમાજને એકઠા કરીશું.  તેમણે જિલ્લા પોલીસ વડાના વલણની ટીકા કરતાં કહ્યું કે અમે મોટી સંખ્યામાં જેલમાં આવવા તૈયાર છીએ. તમારે મહિનો કે વર્ષ જેટલું રાખવું હોય તેટલું રાખી લેજો. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને બાજુ પર રાખીને ભાજપ નેતાઓના અંગત સ્વાર્થ માટે કામ કરે છે. તેમણે દાવો કર્યો કે એસપીના કહેવા પ્રમાણે તેમના ઉમેદવારોને સામ-દામ-દંડ-ભેદની નીતિથી ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવે છે. અમે જેલથી ડરવાના નથી અને ગુજરાતની જનતાની ન્યાયની લડત ચાલુ રાખીશું.

App Store