Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chhota Udepur/Bodeli farmers allege fake moong seeds were distributed

VIDEO: છોટાઉદેપુર / બોડેલીના ખેડૂતોનો નકલી મગનું બિયારણ પધરાવી દીધાનો આક્ષેપ, બે મહિના પછી પણ પાક પર શિંગો ન આવતા ચિંતા વધી

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ખેડૂતો અત્યારે આર્થિક પાયમાલીના આરે ઉભા છે. મોરખલા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને નકલી અથવા ગુણવત્તાવિહીન મગનું બિયારણ પધરાવી દેવામાં આવ્યું છે. વાવેતરના બે મહિના પછી પણ પાક પર શિંગો ન આવતા ખેડૂતોની ચિંતા વધી છે. આશ્ચર્યની વાત એ છે કે, એક જ ખેતરમાં બે અલગ કંપનીના બિયારણ વાવતા એકમાં સારો પાક છે, જ્યારે બીજામાં કોઈ વિકાસ થયો નથી. જ્યારે ખેડૂતોએ વેપારીને ફરિયાદ કરી, ત્યારે તેમને "જ્યાં જવું હોય ત્યાં જાવ" જેવા ઉદ્ધત જવાબો મળ્યા છે. હાલ ખેડૂતો આ માનવસર્જિત આપત્તિ સામે તંત્ર પાસે ન્યાય, વળતર અને નકલી બિયારણ વેચનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

App Store