VIDEO: છોટાઉદેપુરના રોઝવા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો
સોર્સ : gstv
છોટાઉદેપુરના રોઝવા ગામે છેલ્લા 20 વર્ષથી વણઉકેલાયેલી રસ્તાની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ આખરે આકરો મિજાજ બતાવતા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે. નેતાઓ અને અધિકારીઓને વારંવારની રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા, રોઝવા અને મોટા રામપુરા જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ચૂંટણી પહેલા રસ્તાના કામ અંગે લેખિત બાહેંધરી ન મળતા ગામના 600 મતદારોમાંથી એક પણ વ્યક્તિએ મતદાન ન કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. ગ્રામજનોએ હવે કલેક્ટર અને તાલુકા પંચાયત કચેરીમાં જઈને આઝાદીના દાયકાઓ પછી પણ કાચા અને બિસમાર રસ્તાની પીડામાંથી મુક્તિ અપાવવા ઉગ્ર માંગ કરી છે.

