VIDEO: રાધિકા રાઠવાના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય ચૈતર વસાવા, સમગ્ર આદિવાસી સમાજને એકઠા કરવાની આપી ચેતવણી
આમ આદજમી પાર્ટીના છોટા-ઉદેપુર જીલ્લા પ્રમુખ રાધિકા રાઠવાના સમર્થનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ખોટી FIRથી અમે ડરવાના નથી, અમે લડવાવાળા લોકો છીએ. વસાવાએ ચેતવણી આપી કે જો રાધિકા રાઠવાની ધરપકડ કરવામાં આવશે તો સમગ્ર આદિવાસી સમાજને એકઠા કરીશું. તેમણે જિલ્લા પોલીસ વડાના વલણની ટીકા કરતાં કહ્યું કે, અમે મોટી સંખ્યામાં જેલમાં આવવા તૈયાર છીએ. તમારે મહિનો કે વર્ષ જેટલું રાખવું હોય તેટલું રાખી લેજો.
ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને બાજુ પર રાખીને ભાજપ નેતાઓના અંગત સ્વાર્થ માટે કામ કરે છે. તેમણે દાવો કર્યો કે એસપીના કહેવા પ્રમાણે તેમના ઉમેદવારોને સામ-દામ-દંડ-ભેદની નીતિથી ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવે છે. અમે જેલથી ડરવાના નથી અને ગુજરાતની જનતાની ન્યાયની લડત ચાલુ રાખીશું.

