Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Severe water crisis in Sihada village, women have to fill water all day in the hot sun

VIDEO: સિહાદા ગામમાં પાણીની ગંભીર કટોકટી, તડકામાં મહિલાઓને આખો દિવસ પાણી ભરવાનો વારો

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા ગામમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલી પાણીની ટાંકી, સંપ અને નળ જોડાણો બિનઉપયોગી બન્યા હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે. તૂટેલી પાઇપલાઇનના કારણે ઘેરઘેર પાણી પહોંચતું નથી, જેથી લોકોને ટેન્કર દ્વારા મોંઘું પાણી મંગાવવું પડે છે. ગામમાં આવેલા હેડપમ્પમાંથી પણ પૂરતું અને શુદ્ધ પાણી મળતું નથી. મહિલાઓને આખો દિવસ પાણી ભરવામાં પસાર કરવો પડે છે. ગ્રામજનોએ અનેક રજૂઆતો છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં રોષ વ્યક્ત કર્યો છે.

App Store