VIDEO: ગુજરાત વીજ કંપનીની બેદરકારી, સ્થાનિકોએ કરી કાર્યવાહીની માગ
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખેરકા ગામ નજીક મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. વીજપોલ ટ્રેક્ટર પાછળ બાંધી રોડ ઉપર ઢસડીને નવા બનેલા માર્ગ પરથી લઈ જવામાં આવતા રસ્તાને નુકસાન થતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. વીજ લાઇનના કામ માટે રોડની સાઇડમાં થાંભલાના ઢગલા કરાતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. જોખમી રીતે વીજપોલ ખેંચાતા અકસ્માતની ભીતિ પણ ઉભી થઈ છે. સ્થાનિકોએ સ્ટેટ આર એન્ડ બી વિભાગને કાર્યવાહી કરવાની માગ કરી છે.

