Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Blood bank in Naswadi has been facing lock for the last two months

VIDEO: નસવાડીમાં છેલ્લા બે મહિનાથી બ્લડ બેંકને લાગ્યા ખંભાતી તાળા, પ્રસૂતા સહિતના દર્દીઓની હાલત કફોડી

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે મહિનાથી બ્લડ બેંકને તાળા લાગેલા હોવાથી દર્દીઓની હાલત કફોડી બની છે. બ્લડ બેંકના રિન્યુઅલ માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલવામાં આવી હોવા છતાં મંજૂરી ન મળતા અહીં લોહીનો સંગ્રહ કે ઉપયોગ થઈ શકતો નથી. આ વહીવટી બેદરકારીને કારણે તાલુકાના ૨૧૦ ગામોના દર્દીઓને લોહી ચઢાવવા માટે ૩૦ થી ૮૦ કિલોમીટર દૂર રાજપીપળા, ડભોઈ કે વડોદરા સુધી લંબાવવું પડે છે.

App Store

ખાસ કરીને પ્રસૂતિ માટે આવતી મહિલાઓને લોહીની જરૂરિયાત સમયે અન્યત્ર રિફર કરવી પડે છે, જેનાથી પરિવારજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેવાડાના માનવીના વિકાસની વાતો કરતી સરકારના અધિકારીઓ સમયસર મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહેતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમ, સમયસર સારવારના અભાવે ગરીબ દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.