Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Farmers are angry as procurement at support price has not started in Chhota Udepur

VIDEO: છોટાઉદેપુરમાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન કરાતા ખેડૂતોમાં રોષ, પુરવઠા વિભાગ કરી રહ્યો છે ગલ્લાંતલ્લાં

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લામાં રવિ સીઝનના પાકની ખરીદી મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. મકાઈ, જુવાર અને બાજરીનો પાક તૈયાર હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, પરંતુ પુરવઠા વિભાગ ગાંધીનગરથી મંજૂરી અને બારદાનની અછતનું બહાનું ધરી રહ્યો છે.

App Store

એક તરફ લગ્નની સીઝન અને ઘરખર્ચ માટે નાણાંની જરૂર છે, તો બીજી તરફ માવઠાની ભીતિ સતાવી રહી છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ખાનગી વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જણસી પડાવી રહ્યા છે. જોકે, અધિકારીઓ ટૂંક સમયમાં ખરીદી શરૂ થશે તેવો દાવો કરી રહ્યા છે, પરંતુ વિલંબને કારણે આર્થિક રીતે નબળા ખેડૂતો મજબૂરીમાં પોતાનો માલ ઓછી કિંમતે વેચી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ક્યારે જાગશે અને ક્યારે ખેડૂતોને તેમના પરસેવાનું યોગ્ય વળતર મળશે.