VIDEO: નસવાડીમાં વૃદ્ધ મહિલાની હત્યાનો ગુનો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો, આરોપીઓ સાથે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
સોર્સ : gstv
નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામમાં વૃદ્ધ મહિલાની હત્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુન્હો ઉકેલી નાખ્યો છે. નસવાડી પોલીસની ઝડપી કામગીરીથી આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ સાથે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.
ગણતરીના કલાકોમાં જ ગુનો ઉકેલાઈ જતાં ગ્રામજનોએ પોલીસનું ફૂલહારથી સ્વાગત કરી પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસ જવાનો પર ફૂલોની વર્ષા કરી ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કામગીરીથી વિસ્તારમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

