Video: પંચમહાલના શહેરામાં લગ્નના ચાર માસમાં જ 23 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત: પિયર પક્ષે હત્યાનો આક્ષેપ કર્યો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાજીવાવ ગામમાં લગ્નના માત્ર ચાર મહિનામાં જ ૨૩ વર્ષીય પરિણીતા પારૂલબેનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. બોરિયાવી ગામના જશવંતસિંહ ખાંટની પુત્રીના લગ્ન ચાર માસ પૂર્વે સંજય માલીવાડ સાથે થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ચક્કર આવ્યા બાદ બેભાન થવાથી મોત થયાનું કહેવાયું છે. પરંતુ, પિયર પક્ષે પતિ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પતિ દ્વારા કરવામાં આવતી મારઝૂડના કારણે જ તેનું મોત થયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેરા પોલીસ અને નાયબ પોલીસ અધિક્ષક તાત્કાલિક દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે, જેથી સાચું કારણ બહાર આવી શકે….




