મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના વિવિધ વિસ્તારમાંથી 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

સુરત શહેરમાં ખાડીના પાણી ભરાઈ જવાથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે પુણા પાટિયા વિસ્તારની માધ

તસવીર: gstv

સુરત શહેરમાં ખાડીના પાણી ભરાઈ જવાથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે પુણા પાટિયા વિસ્તારની માધવબાગ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગળાડૂબ પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફાયર વિભાગના જવાનોએ અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોને હેમખેમ બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. સોસાયટીમાં ફસાયેલા રહીશોએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, ઘરોમાં પાણી ઘૂસી જવાથી તેઓ ભોજન અને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તંત્રની મદદથી અસરગ્રસ્તોને રાહત આપવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો