Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Video/ young man doing dangerous stunts on a bicycle amidst traffic on Morbi bridge goes viral

Video/ Morbi પુલ પર ટ્રાફિક વચ્ચે સાયકલ પર જોખમી સ્ટંટ કરતો યુવકનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી શહેરમાંથી એક અત્યંત બેજવાબદાર અને જોખમી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક શહેરના મુખ્ય પુલ પર ભારે ટ્રાફિકની વચ્ચે સાયકલ પર જોખમી સ્ટંટ કરતો જોવા મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક કોઈ પણ સુરક્ષા વિના, રોડ પર ચાલતા અન્ય વાહનોની વચ્ચે જોખમી રીતે સ્ટંટ કરી રહ્યો છે.

App Store

આ જોખમી સ્ટંટને કારણે યુવકે પોતાના જીવની સાથે બીજા વાહનચાલકો અને રાહદારીઓના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. પુલ પર ટ્રાફિકની અવરજવર હોવા છતાં આ કૃત્ય કરવામાં આવ્યું હતું.

પોલીસની કામગીરી સામે સવાલો

આ વીડિયો વાયરલ થતાં જ શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભારે ટ્રાફિકવાળા વિસ્તારમાં આ રીતે જોખમી સ્ટંટ થાય અને પોલીસને તેની જાણ ન થાય, તે ગેરવ્યવસ્થા સૂચવે છે.