ભાવનગરમાં સગીરાનો આત્મહત્યા માટે પ્રયાસ, સારવાર દરમિયાન મોત
ભાવનગરના સિહોરમાં એક સગીર યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યાની ઘટના સામે છે. સિહોરની 17 વર્ષીય આશિયાએ પો

ભાવનગરના સિહોરમાં એક સગીર યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યાની ઘટના સામે છે. સિહોરની 17 વર્ષીય આશિયાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનું ગંભીર પગલું ઉઠાવ્યું હતું. પરિવારજનોને જાણ થતાં જ તેને ભાવનગર દવાખાને ખસેડવામાં આવી હતી જ્યાં ચાર કલાકની સારવાર દરમિયાન આશિયાએ પોતાનો દમ તોડ્યો.
આ પણ વાંચો : VIDEO: વડોદરામાં ગટરની સફાઈ દરમિયાન મળી આવ્યો નવજાત શિશુનો મૃતદેહ
બે દિવસ પહેલા રતિજગો કાર્યક્રમ દરમિયાન અચાનક જ તેણે મોતને વ્હાલું કર્યું હતું. જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. તપાસ દરમિયાન પહેલા પરિવરજનોએ યુવતીને પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા હોવાનું કારણ પોલીસને જણાવ્યું હતું. બાદમાં પરિવારજનોએ નિવેદન ફેરવ્યું. જો કે સાચું કારણ હજુપણ અકબંધ છે.




