મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતાં લાખો લિટર શુદ્ધ પાણીનો બેફામ બગાડ

વડોદરાના આજવા-નિમેટા વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતાં લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકથી લીકેજ ચાલુ હોવા છતાં તંત્રને ભંગાણ શોધવામાં સફળતા મળી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. પાણી રસ્તાઓ પર ફરી વળતાં આશરે પાંચ કિલોમીટર સુધીના માર્ગો પર પાણી ભરાયાં છે. ઘટનાને પગલે કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ સ્થળ પર પહોંચીને અધિકારીઓને સવાલો કર્યા હતા. એક તરફ આજવા સરોવરની સપાટી 208 ફૂટે પહોંચી છે, ત્યારે બીજી તરફ પાણીના બગાડને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો