Ahmedabad News: મેટ્રો કોર્ટે પહેલીવાર IT એક્ટની કલમ હેઠળ સજાનો હુકમ સંભળાવ્યો, જાણો શું છે મામલો
અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં IT એક્ટની કલમમાં પ્રથમવાર સજાનો હુકમ સંભળાવવામા

અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં IT એક્ટની કલમમાં પ્રથમવાર સજાનો હુકમ સંભળાવવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો પોલિટિન મેજીસ્ટ્રેટ કોર્ટે IT એક્ટની કલમ હેઠળ સજાનો હુકમ સંભળાવ્યો છે. એક શખ્સ સગીર યુવતીને મોબાઈલ મારફતે અનેક રીતે પજવણી કરતો હતો જેને પગલે મેટ્રોપોલિટિન મેજીસ્ટ્રેટ કોર્ટે આરોપીને સજા સંભળાવી છે.
સમાજમાં દાખલો બેસાડવા મેટ્રો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
મળતી માહિતી પ્રમાણે, યુવતીને ફેક પ્રોફાઇલ બનાવી પજવણી કરનાર શખ્સને મેટ્રોપોલિટિન કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. સગીર યુવતીને જુદા જુદા નંબર પરથી ફોન કોલ, મેસેજ દ્વારા અઘટિત માગણીઓ આરોપી દ્વારા કરવામાં આવતી હોવાની ફરિયાદ હતી. મેટ્રો પોલિટિન કોર્ટનું અવલોકન પણ સામે આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, આખોય કેસ પુરવાર થાય છે, આરોપીએ ગુનો કર્યો છે આરોપીનું કૃત્ય હળવાશથી ન લઈ શકાય. સમાજમાં દાખલો બેસે તે જરૂરી હોવાનું કોર્ટનું અવલોકન હતું. જેને પગલે, આરોપી વિરુદ્ધ તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે.



