મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં એકસાથે ૫ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગનું રેડ એલર્ટ: અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી

ગુજરાત પર મેઘરાજા આગામી ૨૪ ક

ગુજરાત પર મેઘરાજા આગામી ૨૪ કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ એકસાથે ૫ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં 'અત્યંત ભારે' વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત વડોદરા, તાપી, ડાંગ, રાજકોટ અને અમરેલીમાં 'અતિ ભારે' જ્યારે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, જામનગર, દ્વારકા અને બોટાદમાં 'ભારે' વરસાદની સંભાવના છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. તંત્ર દ્વારા આ વિસ્તારોના નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો