Video: જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતીની વિસનગર મુલાકાત

કાંચી કામકોટિ પીઠના પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીએ મહેસાણાના વિસનગરની મુલાકાત લીધી હતી. સ્વામીજીના આગમનને લઈને વિસનગર રેલવે સ્ટેશન, સન્યાસ આશ્રમ અને હરિહર લાલજી મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરિહર લાલજી મંદિરમાં ભગવાનની પૂજા-અર્ચના કર્યા બાદ સ્વામીજીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે સનાતન ધર્મના મૂલ્યો અને માનવ કલ્યાણ અંગે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ જગદગુરુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જાહેરાત







