Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Big scam of bogus medical certificate in the name of Mehsana Civil: Driver's actions exposed

VIDEO: મહેસાણા સિવિલના નામે બોગસ મેડિકલ સર્ટિફિકેટનું મોટું કૌભાંડ: ડ્રાઈવરની કરતૂત સામે આવી

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા સિવિલ હોસ્પિટલના આરએમઓ અને સિવિલ સર્જનની નકલી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. તપાસમાં ઓનજીસી લેન્ડ લુઝર્સ સોસાયટીના એક ડ્રાઈવરે આ સમગ્ર કાવતરું આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ મેડિકલ ફિટનેસ માટેના ફોર્મ ઓ સહિત ECG, લેબોરેટરી અને ઓડિયોમેટ્રિક ટેસ્ટના બનાવટી રિપોર્ટ તૈયાર કર્યા હતા. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને શંકા જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હેબુવા ગામના નટવરસિંહ ડાભી વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અગાઉ પણ આવા બનાવ બન્યા છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

App Store