Video: કડીમાં વાહન પાર્કિંગ બાબતે બે શખ્સોએ યુવક પર કર્યો હુમલો, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ
સોર્સ : GSTV
મહેસાણા જિલ્લાના કડીમાં વાહન પાર્કિંગ મુદ્દે ગેસ્ટ હાઉસના માલિક પર જીવલેણ હુમલો થયો છે. ગોપાલ કોમ્પ્લેક્સ સામે દુકાનના ગ્રાહકોના વાહન પાર્કિંગ બાબતે થયેલા વિવાદમાં સાહિદ દિવાન અને આસીફ ચૌહાણે લોખંડની પાઇપથી સૂર્યકાંત પરમાર પર હુમલો કર્યો હતો. ફરિયાદીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી માર માર્યો છે. હુમલામાં તેમને આંખે ગંભીર ઈજા અને ડાબા હાથમાં ત્રણ ફ્રેક્ચર થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના CCTVમાં કેદ થઈ છે. કડી પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ડીવાયએસપી જયકુમાર કંસારાએ વધુ તપાસ હાથ ધરી છે.

