Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana news: Mehsana Collector's office clerk caught taking a bribe of Rs 9 lakh!

Mehsana news: કલેક્ટર કચેરીનો ક્લાર્ક રૂપિયા 9 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો!

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Mehsana news: કલેક્ટર કચેરીનો ક્લાર્ક રૂપિયા 9 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો!
સોર્સ : GSTV

Mehsana news: મહેસાણા શહેરના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા રૅવન્યૂ કલાર્ક (વર્ગ-3) વિશ્વજીત ખેંગારભાઈ કમલેકરને આજ રોજ ગુજરાત એસીબીએ રૂપિયા નવ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. જે બાદ આ લાંચિયા કલાર્ક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

App Store

મળતી માહિતી અનુસાર, મહેસાણા શહેરમાં આવેલી કલેકટર કચેરીમાં વર્ગ-3 રૅવન્યૂ કલાર્ક વિશ્વજીત કમલેકરે મહેસાણાના જોટાણા તાલુકાના ઈજપુરા (જેઠાજી) ગામની ખેતીની જમીનને બિનખેતી (N.A.) કરવા પેટે આ લાંચની માંગણી કરી હતી. લાંચની રકમની રકઝક બાદ આખરે રૂપિયા 9 લાખ સ્વીકારવાનો વાયદો થયો હતો, જે ક્લાર્કે આજે સ્વીકારતા એ.સી.બી.એ પકડી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરના પગલાં ભર્યાની તજવીજ હાથ ધરી હતી.

અમદાવાદના સુભાષ બ્રીજ પાસે, આર.ટી.ઓ. સર્કલ નજીક જાહેર માર્ગ પર એ.સી.બી.ની ટીમે સફળ ટ્રેપ ગોઠવી હતી. જેમાં એક જાગૃત નાગરિકે લાંચ આપવા ન માંગતા એ.સી.બી.નો સંપર્ક કર્યો અને ક્લાર્કને પકડવામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે.