VIDEO: અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ: માલપુર પંથકમાં જળબંબાકાર
અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. માત્ર 15 મિનિટ

અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબકતા નગરના મુખ્ય રાજમાર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માલપુર સાથે આસપાસના મોર ડુંગરી, જેશીંગપુર અને મેડીટીમબા ગામોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પડેલા આ વરસાદને પગલે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.




