VIDEO: પાલનપુરમાં નજીવા વરસાદે ખોલી ડ્રેનેજ વ્યવસ્થાની પોલ
બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ફરી હાલાકી જોવા મળી છે. નજીવા વરસાદ બા

બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ફરી હાલાકી જોવા મળી છે. નજીવા વરસાદ બાદ હાઈવે પર સર્કિટ હાઉસ સામે જી.ડી. મોદી કોલેજ અને કે.કે. ગોઠી હાઈસ્કૂલ વચ્ચેના રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું.રોડ પર સર્જાયેલા ખાબોચિયા કારણે વિદ્યાર્થીઓ દિવાલનો સહારો લઈને રસ્તો ઓળંગવા મજબૂર બન્યા હતા. વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા વિકસાવવાની માંગ કરી છે.



