Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Major decision of Gujarat Gram Gruh Nirman Board; Full waiver of penal interest on outstanding installments in housing schemes

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનો મોટો નિર્ણય; આવાસ યોજનાઓમાં બાકી હપ્તા પર દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનો મોટો નિર્ણય; આવાસ યોજનાઓમાં બાકી હપ્તા પર દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ
સોર્સ : gstv

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા-ખરીદ પદ્ધતિથી નિર્મિત વિવિધ આવાસ યોજનાઓ જેવી કે, EWS, LIG, MIG, હરીફાઈ (કોમ્પોઝિટ) અને કેશલોન આવાસોના લાભાર્થીઓ માટે મૂળ હપ્તાની બાકી રકમ પર ચડેલા દંડનીય વ્યાજમાં 100 ટકા માફી આપવાની યોજના મંજૂર કરવામાં આવી હતી.

App Store

ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનામાં 100% દંડનીય વ્યાજમાફીની મુદત લંબાવાઈ

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આ યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત જિલ્લા કક્ષાએ કુલ 22 વસૂલાત કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોના માધ્યમથી કુલ 2,988 લાભાર્થીઓએ મુદલની રકમ પેટે રૂ.10.57 કરોડની ચૂકવણી કરી છે. આ લાભાર્થીઓને કુલ રૂ.39.51 કરોડ જેટલી માતબર રકમની દંડનીય વ્યાજમાફીનો લાભ મળ્યો છે અને તમામ લાભાર્થીઓને લોનમુક્તિ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.

નાગરિકો અને લાભાર્થીઓની સગવડને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર દ્વારા દંડનીય વ્યાજમાફી આપવાની આ યોજનાની મુદત આગામી 31 જાન્યુઆરી 2027 સુધી લંબાવી આપવામાં આવી છે. આ યોજનાનો મહત્તમ લાભ લેવા સંબંધિત લાભાર્થીઓને બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.