મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બોડેલી નર્મદા કેનાલના રેલવે બ્રિજ પર મોટી દુર્ઘટના: ટ્રેનની અડફેટે આવવાથી માતા અને પુત્રનાં કરુણ મોત

સોર્સ: gstv

છોટા-ઉદેપુરના બોડેલી પાસે આવેલા નર્મદા કેનાલના રેલ્વે બ્રિજ પરથી પસાર થઈ રહેલા માતા-પુત્ર ટ્રેનની અડફેટે આવી જતાં બંનેનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જૂની બોડેલીના જૈન ફળિયામાં રહેતાં 65 વર્ષીય ગંજીબેન બારિયા અને તેમના 32 વર્ષીય પુત્ર પરેશભાઈ બારિયા ખેતરે ટિફિન આપવા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....ટ્રેનની જોરદાર ટક્કરના કારણે માતા અને પુત્ર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દર્દનાક અકસ્માતના સમાચાર મળતા જ રેલવે પોલીસ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ પરિવારના બે સભ્યોના અચાનક અને આકસ્મિક મૃત્યુથી સમગ્ર જૈન ફળિયા તેમજ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો