Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Mahisagar news: 6 gates opened due to abundant water inflow in Kadana Dam, low-lying villages alerted

Mahisagar news: કડાણા ડેમમાં વિપુલ પાણીની આવકને લીધે 6 ગેટ ખોલાયા, નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Mahisagar news: કડાણા ડેમમાં વિપુલ પાણીની આવકને લીધે 6 ગેટ ખોલાયા, નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા
સોર્સ : GSTV

Mahisagar news: મહીસાગર જિલ્લાના કડાણામાં આવેલો રાજ્યનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ કે જેમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવકને લઇ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી 39,600 ક્યૂસેક પાણી મહી નદી છોડવામાં આવ્યું છે. મહી નદી કાંઠા વિસ્તારના ગામોને ઍલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

App Store

મહીસાગર નદી બેકાંઠે વહી રહી છે
મળતી માહિતી અનુસાર, ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ડેમના જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને 39,600  ક્યૂસેક ગેટ મારફતે તેમજ 20,400 ક્યૂસેક પાણી પાવર હાઉસ મારફતે છોડી કુલ 60,000 ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર 3 - image

હાલ મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ નદી કાંઠે ન જવા માટે સૂચિત કરવામાં આવ્યા છે, જ્યારે ડૂબક પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ 20,400 ક્યૂસેક પાણી પાવર હાઉસ મારફતે છોડવામાં આવી રહ્યું છે. જેથી વીજળીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.