Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Silver price today: Gold price falls, silver rises, know today's new price

Gold Silver price today: સોનાના ભાવમાં કડાકો, ચાંદીમાં આવી તેજી, જાણો આજનો નવો ભાવ

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gold Silver price today: સોનાના ભાવમાં કડાકો, ચાંદીમાં આવી તેજી, જાણો આજનો નવો ભાવ
સોર્સ : GSTV

Gold Silver price today: એકબાજું સોનાના ભાવમાં નબળાઈ છે, તો બીજી બાજું ચાંદીના રોકાણકારોને આકર્ષીત કરે છે. હવે સૌની નજર જેકશન હોલ સંમેલન પર ટકેલી છે. જે કિંમતી ધાતુઓની આગામી ચાલ નક્કી કરી શકે છે.

App Store


 આ વર્ષના અંતમાં સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચી શકે છે.
શુક્રવારે દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં જોરદાર વધારો નોંધાયો હતો. નબળા વૈશ્વિક વલણ અને રોકાણકારોની સાવચેતીના કારણે સોના પર દબાણ આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂપિયા 250 ઘટીને રૂપિયા 1,00,370 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે પાછલા સત્રમાં તે રૂપિયા 1,00,620 પર બંધ થયો હતો. તે જ સમયે, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂપિયા 150 ઘટીને રૂપિયા 1,00,050 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયો હતો, જે ગુરુવારે રૂપિયા 1,00,200 હતો.


ચાંદી ઉછળીને 1,15,000 પર પહોંચી

સોનાથી વિપરીત, ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. શુક્રવારે તે 1,000 વધીને 1,15,000 પ્રતિ કિલો થયો, જે એક દિવસ પહેલા  રૂપિયા 1,14,000 હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો

ન્યૂયોર્કમાં સ્પોટ ગોલ્ડ 0.25% ઘટીને USD 3,330.48 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સ્પોટ સિલ્વર પણ 0.48% ઘટીને USD 37.96 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. મળતી માહિતી અનુસાર, રોકાણકારો યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલના જેક્સન હોલ ભાષણની રાહ જોઈ રહ્યા છે, જે નાણાકીય નીતિના વલણ વિશે સંકેતો આપી શકે છે. 

મળતી માહિતી અનુસાર, આગામી મહિના સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ પોવેલ આર્થિક ડેટાના આધારે આ નિર્ણય લઈ શકે છે, કારણ કે હાલમાં યુએસ અર્થતંત્રમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે.

ભારતમાં સોનાનો વપરાશ
ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. વાર્ષિક સરેરાશ 700-900 ટન સોનાનો વપરાશ થાય છે (તે વર્ષ અને કિંમત પ્રમાણે બદલાઈ શકે છે). ભારતમાં 70%થી વધુ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતના 60 ટકાથી વધુ સોનાનો વપરાશ ગ્રામીણ ભારતમાંથી થાય છે. શહેરી વિસ્તારોમાં, લોકો હવે ઘરેણાંને બદલે રોકાણ હેતુ માટે સોનું ખરીદતા હોય છે.