VIDEO: ભૂજ શહેરમાં 4 ઈંચ વરસાદથી રસ્તાઓ જળમગ્ન, બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો
સોર્સ : GSTV
VIDEO: કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં ભૂજ શહેરમાં મન મૂકીને 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જે બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભૂજનો બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. જેના લીધે મુસાફરો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાની નોબત આવી હતી.
ભૂજમાં મેઘરાજા જાણે ઘેલમાં આવ્યા હોય તેમ 4 ઈંચ વરસાદ બાદ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદને લીધે ભૂજના રોડ-રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. બસ સ્ટેન્ડ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો અને લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

