VIDEO: કચ્છના નલિયામાં પેટ્રોલ અને ડીઝલની અચાનક વધેલી માંગને કારણે પેટ્રોલ પંપો પર ભારે ભીડ
સોર્સ : gstv
કચ્છના નલિયામાં પેટ્રોલ અને ડીઝલની અચાનક વધેલી માંગને કારણે પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી. હાઈવે સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળી.. ટ્રક, ટ્રેક્ટર, કાર અને બાઈક સવાર કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. વાહનચાલકોની અવરજવરને કારણે પંપ વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈંધણ મેળવવા આવેલા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. અચાનક વધેલી ભીડને કારણે નલિયામાં અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિકો અને વાહનચાલકોમાં નારાજગી જોવા મળી છે.

