Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: Amidst orange alert in Kutch, roads in Rapar deserted, lockdown-like atmosphere at noon!

VIDEO: કચ્છમાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ વચ્ચે રાપરમાં રસ્તાઓ સુમસામ, બપોરના સમયે લોકડાઉન જેવો માહોલ!

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમીએ માઝા મૂકી છે, જ્યાં વાગડ વિસ્તારનો રાપર તાલુકો છેલ્લા ત્રણ દિવસથી 42 થી 44 ડિગ્રી તાપમાનમાં અગનભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે. હીટવેવની આગાહીને પગલે બપોરના સમયે જાણે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે અને મુખ્ય બજારો તથા રસ્તાઓ સુમસામ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો સવારે 10 વાગ્યા સુધીમાં ખરીદી પતાવી ગરમીથી બચવા ઘરે પરત ફરી રહ્યા છે. રણપ્રદેશમાંથી આવતા ગરમ પવનોને કારણે 'લૂ' ની તીવ્રતા વધી છે, જેથી લોકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હજુ આગામી ત્રણ દિવસ સુધી કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી.

App Store