Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: A massive fire suddenly broke out in a plywood manufacturing company in Chopdwa, Bhachau, Kutch.

VIDEO: કચ્છના ભચાઉના ચોપડવામાં એક પ્લાયવુડ બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવેલી એક પ્લાયવુડ બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર કંપનીને લપેટમાં લઈ લીધી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં રાખેલું પ્લાયવુડનું રો-મટીરિયલ અને કિંમતી મશીનરી બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા જ ભચાઉ સહિત અન્ય 5 ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:kutch newsbhachau newsfire news