VIDEO : કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સનો સિલસિલો યથાવત, કોઠારા પોલીસે ચરસના 10 પેકેટ કબજે કર્યા
સોર્સ : GSTV
કચ્છના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.અબડાસા તાલુકાના ખુડા ગામ નજીક દરિયાકાંઠે ચરસના 10 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ પેકેટ દરિયાઈ વિસ્તારમાંથી તણાઈને કિનારે આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઠારા પોલીસ, એસઓજી અને અન્ય સુરક્ષા એજન્સીઓની પેટ્રોલિંગ દરમિયાન આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા તંત્ર દોડી આવ્યું હતું અને સમગ્ર મુદ્દામાલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરીને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

