VIDEO: શેરી ફેરિયાઓને હટાવવાના વિરોધમાં બિલ્ડિંગ પર ચડતા પોલીસ દોડતી થઈ
સોર્સ : gstv
કચ્છના ભુજમાં શેરી ફેરિયાઓને શહેરમાંથી હટાવવાના વિરોધમાં સામાજિક અગ્રણી મામદ લાખા ભુજ નગરપાલિકાની બિલ્ડિંગ પર ચડી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, પાલિકા સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો કચેરી પર પહોંચી ગયા હતા. બિલ્ડિંગ પર ચડેલા મામદ લાખાને નીચે ઉતારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દોરડાની મદદથી તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનાને જોવા માટે પાલિકા કચેરી આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા. શેરી ફેરિયાઓને શહેરમાંથી હટાવવાના નિર્ણયના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે થોડા વર્ષો અગાઉ પણ આ સામાજિક અગ્રણી દ્વારા આવું પગલું ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

