VIDEO: કચ્છના ભુજમાં કોમી એકતાના દર્શન વચ્ચે વિશાળ ઝુલુસ સાથે ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી
સોર્સ : gstv
ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબર સાહેબના જન્મદિન નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લા સહિત મુખ્ય મથક ભુજમાં ઈદે મિલાદુન્નબીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભુજ ખાતે મહેફિલે બાગે રસુલ કમીટી દ્વારા ભીડ ગેટ પરથી એક ભવ્ય અને વિશાળ ઝુલુસ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે જૂના બસ સ્ટેશન થઈને ખારસરા ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયું હતું. આ પ્રસંગે જિલ્લાના ગામોમાં બાલ મુબારકની ઝિયારત, તકરીર, ન્યાઝ અને ગરીબોને ખૈરાત આપવાના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઝુલુસનું શહેરના વિવિધ વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી કોમી એકતા અને ભાઈચારાના દર્શન સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

