Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Twenty antelopes were released by Vantara in the Banni grasslands of Kutch

VIDEO: કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં વંતારા દ્વારા વીસ કાળિયાર મુક્ત કરાયા

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતના 80માં સ્વતંત્રતા દિવસે ગુજરાત વન વિભાગ અને વંતારા દ્વારા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અનોખી પહેલ કરવામાં આવી છે. કચ્છના વિશાળ બન્ની ઘાસના મેદાનોમાં 20 કાળિયાર છોડવામાં આવ્યા છે. આ તમામ વન્યજીવોને જામનગર સ્થિત વંતારા કેન્દ્રમાંથી લાવવામાં આવ્યા છે, જેમાં 5 નર અને 15 માદાનો સમાવેશ થાય છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બન્ની લાવતા પહેલા તમામ કાળિયારની સ્વાસ્થ્ય તપાસ, બીમારીનું ટેસ્ટીંગ અને અન્ય તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાતના સૌથી મોટા ઘાસના મેદાનોમાં ગણાતા બન્નીમાં આ કાળિયારની મુક્તિથી કચ્છના રણમાં ફરી એકવાર કાળિયારની સુંદર છલાંગ જોવા મળશે.

App Store