VIDEO: Kutch / ભુજમાં રાજકીય ગરમાવો; છેતરપિંડીના આરોપીએ ભાજપનો ખેસ પહેરતા વિવાદ વકર્યો
સોર્સ : GSTV
કચ્છના ભુજમાં વિચિત્ર રાજકીય ઘટના સામે આવી છે, જેમાં અનેક રાજ્યોમાં છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ અબ્દુલ બજાણિયાએ ભાજપનો ખેસ ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અબ્દુલ બજાણિયા વિરુદ્ધ ગુજરાત સહિત દેશના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સસ્તા સોનાની લાલચ આપી વેપારીઓ સાથે લાખોની ચિટિંગ કરવાના ગંભીર આક્ષેપો અને ફરિયાદો નોંધાયેલી છે. નામચીન ચીટર તરીકે જાણીતા આ શખ્સના ભાજપમાં પ્રવેશને પગલે સામાન્ય જનતા અને રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય સાથે તર્ક વિતર્ક સર્જાયા છે.

