VIDEO | KUTCH: ગાંધીધામ નગરપાલિકામાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીને લઈ ભારે વિવાદ
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગાંધીધામ નગરપાલિકામાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ભાજપે એક જ પરિવારના ત્રણ સભ્યોને ટિકિટ આપતા પક્ષના કાર્યકરો અને સ્થાનિકોમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 8 માં સુરેશભાઈ હીરાભાઈ ધુવાને ટિકિટ મળી છે, જ્યારે વોર્ડ નંબર 7 માં વંદનાબેન કિશોરભાઈ ધુવા અને મનીષાબેન રમેશભાઈ ધુવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોહીના સંબંધ ધરાવતા આ ત્રણેય સભ્યોને ટિકિટ મળતા 'પરિવારવાદ'ના આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં બે ઉમેદવારો તો સંગઠનની મુખ્ય ટીમમાં પણ સામેલ છે. આ નિર્ણયને પગલે સ્થાનિક ધારાસભ્ય માલતી મહેશ્વરી સામે પણ રોષ ફાટી નીકળ્યો છે. લાયક કાર્યકરોની અવગણના કરીને માત્ર એક જ પરિવાર પર પસંદગી ઉતારવામાં આવી છે, જે આગામી ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

