Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : 2 men arrested for cheating people by posting job advertisements

Kutch: વિદેશમાં નોકરીની જાહેરાતો કરી લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Kutch: વિદેશમાં નોકરીની જાહેરાતો કરી લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સ ઝડપાયા

Kutch News: કચ્છમાંથી વિદેશમાં નોકરીની જાહેરાતો કરી લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સ ઝડપાયા છે. માધાપર પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બે સાગરીતોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરી છે. પોલીસે આનંદ કોટક, ડાયા રાજપૂત અને અકબરઅલી બાફણની ધરપકડ કરી છે. માધાપર પોલીસે મુખ્ય સૂત્રધાર આનંદ કોટકને અમદાવાદની ભાગ્યોદય હોટલમાં પકડી પાડવામાં આવ્યો છે. ટોળકીએ 15 લાખ 30 હજારની ઠગાઈ કરી હજુય તપાસ દરમ્યાન આંકડો વધુ તેવી શક્યતાઓ છે.

App Store

મળતી માહિતી પ્રમાણે, આરોપીઓએ લોકોને વિશ્વાસમાં લેવા માધાપરની મધર ડેરી સામે રાતોરાત ગ્રીન વર્લ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સની હંગામી ઓફિસ ઊભી કરી હતી. બે મહિના અગાઉ પેપરમાં શિશલ્સ, ઇથોપિયા, ન્યૂઝીલેન્ડમાં લોકો પાસે સુથારી કામ અન્ય મંજૂરી કામ માટે લોકોની જરૂર છે તેવી જાહેરાત આપી હતી. ફ્રોડ આચરવા આરોપીઓએ દોઢ વર્ષ અગાઉ ભુજની હિલગાર્ડન પાસે કાવતરું રચ્યું હતું. ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી દિનેશ દેવજી ભદ્રાને ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.