Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Gross negligence of the system in Heranj village of Kheda: Children are forced to walk through knee-deep mud as the road has not been paved for 40 years.

VIDEO: ખેડાના હેરંજ ગામે તંત્રની ઘોર બેદરકારી: ૪૦ વર્ષથી પાકો રસ્તો ન બનતાં ઘૂંટણસમા કાદવમાંથી જવા બાળકો મજબૂર

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના પરા વિસ્તારમાંથી સરકારના વિકાસ અને 'બેટી બચાવો બેટી પઢાવો'ના દાવાઓની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. ૧૫૦થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી પાકો રોડ બન્યો નથી. ચોમાસાના પ્રથમ વરસાદે જ સમગ્ર વિસ્તારને કાદવ-કીચડમાં ફેરવી દીધો છે. પરિણામે, પ્રાથમિક શાળાએ જતી નાની દીકરીઓ અને વિદ્યાર્થીઓને ઘૂંટણસમા કાદવમાંથી પસાર થવું પડે છે.GSTVની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તપાસ કરતાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોએ ધારાસભ્ય સંજયસિંહ મહિડા, મામલતદાર અને સરપંચ સુધી રજૂઆતો કરી હોવા છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચ્યો નથી. ડિજિટલ ઈન્ડિયાના યુગમાં માસૂમ બાળકો આજે પણ પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે ઝંખી રહ્યા છે.

App Store