Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: dakor-padyatra-holi-festival-2026

VIDEO: ડાકોરના માર્ગો પર 'જય રણછોડ'નો નાદ: હોળી નિમિત્તે પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટ્યું

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: હોળીનો તહેવાર હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર તરફ જતા તમામ રસ્તાઓ અત્યારે ભક્તિમય બની ગયા છે. ફાગણી પૂનમના અવસરે ઠાકોરજીના દર્શન કરવાનું અનેરું મહત્ત્વ હોવાથી રાજ્યભરમાંથી લાખો ભક્તો પગપાળા ડાકોર પહોંચી રહ્યા છે.

App Store

ભક્તિ અને શ્રદ્ધાનો સંગમ

ફાગણ સુદ અગિયારશથી જ ડાકોર તરફ જતો ભક્તિમાર્ગ શ્રદ્ધાળુઓથી ધમધમવા લાગે છે. હાથમાં રણછોડરાયની ધજા અને મુખમાં "મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે!" તથા "હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી" જેવા ગગનભેદી નારાઓ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે. આ પદયાત્રીઓના ચહેરા પર લાંબી મુસાફરીનો થાક નહીં, પરંતુ પ્રભુ મિલનનો આનંદ અને અસીમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભયમુક્ત અને આનંદમય યાત્રા

ભક્તોનું માનવું છે કે જ્યારે હાથમાં ધજા અને મનમાં રાજા રણછોડનું નામ હોય, ત્યારે ગમે તેટલો લાંબો રસ્તો પણ સરળતાથી કપાઈ જાય છે. કોઈ પણ પ્રકારની ચિંતા કે ભય વગર, નાના-મોટા સૌ 'માખણચોર'ના દર્શનની આશામાં હોશે-હોશે આગળ વધી રહ્યા છે. રસ્તામાં ઠેર-ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે આરામ, જમવાની અને મેડિકલ સુવિધાઓના કેમ્પ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

ફાગણી પૂનમનું અનેરું આકર્ષણ

ડાકોરમાં રણછોડરાયના મંદિરે ફાગણી પૂનમનો મેળો એ ગુજરાતની સંસ્કૃતિનું પ્રતીક છે. આગામી પૂનમ સુધી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી શક્યતા છે. પદયાત્રીઓના સંઘો અને રંગબેરંગી ધજાઓને કારણે હાઈવે પરનો નજારો ભક્તિના રંગે રંગાયેલો જોવા મળે છે.