Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Talati Narendra Vaghela of Palana village in Kheda was caught taking bribe

ખેડાના પલાણા ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો, લાંચ પણ ઓનલાઈન લીધી

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2025
લાઇવ ટીવીGoogle News
ખેડાના પલાણા ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો, લાંચ પણ ઓનલાઈન લીધી

ખેડાના પલાણા ગામનો તલાટી નરેન્દ્ર વાઘેલા લાંચ લેતા ઝડપાયો છે. પલાણાંના લાચિયા તલાટી નરેન્દ્ર વાઘેલાને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. લાંચિયા તલાટીએ અરજદારના કામ માટે 10 હજારની લાંચ માંગી હતી.

App Store

તલાટી નરેન્દ્ર વાઘેલાએ અરજદાર પાસે 5 હજાર રૂપિયા UPI એટલે કે ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. નરેન્દ્ર વાઘેલા પલાણા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. લાંચના બાકીના 5 હજાર રૂપિયા લેવા તલાટી પોતે તુલસી ફૂડ કોર્નર ડભાણ રોડે આવ્યો હતો. લાંચના બાકીના પાંચ હજાર સ્વીકાર કરતા રંગે હાથે એસીબીએ ઝડપી લીધો હતો. નડિયાદ એસીબીએ સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.