VIDEO: ખેડા / વિવાદિત જમીનનો દસ્તાવેજ કરી નાંખ્યો, અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં
સોર્સ : gstv
ખેડાના મહિજ ગામમાં 5થી 7 કરોડની વિવાદિત જમીનનો શંકાસ્પદ દસ્તાવેજ કરી દેવાયનો આક્ષેપ થયો છે. કોર્ટ મેટર અને પ્રાંત અધિકારી સમક્ષ અપીલ પેન્ડિંગ હોવા છતાં નિયમો નેવે મૂકાયા દસ્તાવેજ થતા ફરિયાદીએ સીએમ હાઉસની બહાર ભૂખ હડતાળની ચિમકી ઉચ્ચારી છે. ફરિયાદી અનુસાર વિવાદિત જમીનનો ૧ કરોડ ૧૮ લાખમાં દસ્તાવેજ કરી દેવાયો. આ કેસમાં જીપીએસ લોકેશન અને વાસ્તવિક સર્વે નંબરમાં મોટો તફાવત જોવા મળે છે અને ખોટા ફોટા જોડી સરકારને ગેરમાર્ગે દોર્યાંનો પણ આક્ષેપ છે. જેના સબ રજિસ્ટ્રાર અને મામલતદાર કચેરીની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠ્યાં છે. 7 માર્ચે અપીલ દાખલ કરવામાં આવી અને 13 માર્ચે ઉતાવળે દસ્તાવેજને મંજૂર કરી દેવાયો. આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા અધિકારીઓના CDR અને CCTV ફૂટેજ તપાસવાની માંગ ઉઠી છે.

