VIDEO: નડિયાદમાં આયુષ્માન કાર્ડ પર 2500 રૂપિયાની કટકીનો ખેલ
સોર્સ : gstv
નડિયાદ તાલુકાના સલુણ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી માટે ૨૫૦૦ રૂપિયા લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોમ્પ્યુટર ઓપરેટરનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. અરજદારના આક્ષેપ મુજબ, ત્યાં ફરજ બજાવતા આમિર વ્હોરા નામના કોમ્પ્યુટર ઓપરેટરને આયુષ્યમાન કાર્ડની કામગીરીના બદલામાં ૨૫૦૦ ચૂકવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં પૈસાની લેવડદેવડ સંબંધિત કથિત ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીનશોટ તેમજ વાતચીતનું રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતુ. આ ઘટના બાદ ઓપરેટરે ખુદ સ્વિકાર્યું કે, પૈસા લીધા છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આ મામલે ફરિયાદ અને કાર્યવાહીની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે.

