Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : A youth was attacked with a paddle after a dispute over a car horn in Nadiad

VIDEO: નડિયાદમાં કારના હોર્ન બાબતે વિવાદ બાદ યુવક પર ચપ્પુ હુમલો

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નડિયાદ શહેરના જવાહરનગર-સંતરામનગર વિસ્તારમાં કારના હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલો વિવાદ ઉગ્ર બન્યો હતો. મળતી માહિતી મુજબ, ૨૮ જુલાઈની રાત્રે ચંદ્રકાંતભાઈ સિંધી સાથે આરોપીઓએ તકરાર કરી હતી. આ દરમિયાન અરૂણ ઉર્ફે બબલુ, પ્રતિક અને બિંદીયાબેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. આરોપી અરૂણે કારમાંથી ચપ્પુ કાઢી ચંદ્રકાંતભાઈના માથામાં માર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ મારામારી કરી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ ખિસ્સામાંથી ૧૦ હજાર રૂપિયા લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝપાઝપી દરમિયાન ચેન પણ ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News