VIDEO: નડિયાદમાં ખાદ્ય સુરક્ષાને લઈ તંત્રની તપાસ, નવ પેઢીઓમાંથી પાંચ નમૂના લેવાયા
સોર્સ : gstv
નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર અને ચીઝના વેચાણ અંગે મળેલી સૂચનાના પગલે કુલ નવ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાંચ ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ અંદાજે 2 હજાર 100 રૂપિયાનો વાસી ખોરાક અને બે કિલો ખાદ્યકચરાનો નાશ કરવામાં આવ્યો હતો. બી.કે. કેફે, જય ભવાની વડાપાઉ, ભારત ડેરી અને બર્ગર કિંગ સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. હોટ ડોગ, પાવ, કુલચા અને ત્રણ કિલો ગ્રેવી સહિતનો વાસી ખોરાક મળી આવ્યો હતો. જોકે, નડિયાદ જેવા મોટા શહેરમાં માત્ર 2 હજાર 100 રૂપિયાનો વાસી ખોરાક મળતા તંત્રની કામગીરીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

