VIDEO: સુરતમાં ખાડીપૂરનો પ્રકોપ: લીંબાયત સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ
હીરાનગરી સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ હવે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતના

હીરાનગરી સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ હવે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં ખાડી ઓવરફ્લો થવાના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાડીપૂરના ડરામણા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ચારેય તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, લીંબાયતના માધવબાગ, પરમહંસ સોસાયટી અને પર્વત પાટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરના પાણી હજુ પણ યથાવત છે. રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.




