Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Man beaten up in Visavadar Marketing Yard, despite predictions, property damaged due to negligence of administration

VIDEO: વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં માવઠાનો માર, આગાહી છતાં તંત્રની બેદરકારીથી જણસો પલળી

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી જૂનાગઢ જિલ્લામાં સાચી પડી છે. વિસાવદર પંથકમાં ગઈકાલ રાત બાદ આજે ફરી એકવાર માવઠાનો માર જોવા મળ્યો હતો. જોકે, આ કુદરતી આફત વચ્ચે વિસાવદર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે ગરીબ ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

App Store

આગાહી છતાં તકેદારીનો અભાવ
હવામાન વિભાગે અગાઉથી જ માવઠાની આગાહી કરી હોવા છતાં, વિસાવદર યાર્ડના સત્તાધીશો દ્વારા કોઈ પૂર્વ તૈયારી કે તકેદારી રાખવામાં આવી ન હતી. યાર્ડમાં મોટી માત્રામાં જણસો ખુલ્લા આકાશ નીચે પડી રહી હતી. આજે અચાનક ત્રાટકેલા વરસાદને કારણે મગફળી, કપાસ અને જીરું જેવી અનેક જણસો પલળી ગઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે જો આગાહી મુજબ માલને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હોત, તો આ નુકસાન નિવારી શકાયું હોત.

ખેડૂતો અને વેપારીઓમાં રોષ
વરસાદના કારણે માલ પલળી જતાં ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરસેવાની કમાણી જેવો પાક નજર સામે બગડતો જોઈ ખેડૂતો લાચાર બન્યા હતા. યાર્ડના વહીવટદારો સામે સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે વરસાદની શક્યતા હતી, ત્યારે શા માટે માલના રક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી? હાલ તો આ માવઠાએ જગતના તાતની કમર તોડી નાખી છે.