VIDEO: જૂનાગઢમાં SBI કચેરીમાં ઓફિસ હેડ સુધીર શર્માની દાદાગીરી સામે આવી
સોર્સ : GSTV
જૂનાગઢમાં બહાઉદીન કોલેજ પાસે આવેલી SBI કચેરીમાં ઓફિસ હેડ સુધીર શર્માની દાદાગીરી સામે આવી છે.તેમણે એક દિવસની રજા બાદ ઓફિસે આવેલા ચીફ મેનેજર રવિન્દ્ર પ્રસાદને અન્ય કર્મચારીઓની હાજરીમાં લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુધીર શર્માના આવા ઉદ્ધત વર્તનથી આખો સ્ટાફ કંટાળી ગયો છે. આ ઘટના બાદ સ્ટાફની સમજાવટથી પીડિત મેનેજર અને મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ સી-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. મોડી રાત સુધી સમાધાનના પ્રયાસો ચાલ્યા હતા, પરંતુ અંતે ચીફ મેનેજરે ઓફિસ હેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

