VIDEO: કેશોદમાં એરપોર્ટ ફાટક નજીક ટ્રેનની અડફેટે આવતા લેબ ટેકનિશિયનનું કરુણ મોત
સોર્સ : gstv
જૂનાગઢના કેશોદમાં એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદમાં આવેલ એરપોર્ટ ફાટકથી બડોદર તરફ અંદાજે ૨૦૦ મીટર દૂર વેરાવળથી બાંદ્રા તરફ જતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળ નજીકથી જ મૃતકનું બાઇક મળી આવ્યું હતું. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ગીરીશભાઈ બાબુભાઈ બાલસ તરીકે થઈ છે, જેઓ કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનીશ્યન તરીકે ફરજ બજાવતા હતા. બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક કાર્યવાહી બાદ મૃતદેહને લુશાળા રેલવે સ્ટેશન ખસેડાયો હતો અને આ વિસ્તાર શહેર પોલીસની હદમાં આવતો હોય આગળની તપાસ હાથ ધરાઈ છે.
#KeshodNews #JunagadhUpdates #TrainAccident #KeshodCrime #GujaratNews #BreakingNews

